સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્યએ શહેરી વિકાસ, સ્વચ્છતા, રોડ-રસ્તાની કામગીરી અને ભૂગર્ભ ગટરની સાફ-સફાઈ સહિતના મહત્વના મૂદ્દાઓ રજૂ કર્યા હતા. જેના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી.
તદુપરાંત, બેઠકમાં મહાનગરપાલિકા સિવિલ, સેનિટેશન, એસ્ટેટ અને ટેક્ષ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનો ચિતાર આપવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેએ બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે, સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર.ચૌહાણ, નાયબ કાર્યપાલક ઈજનેર કે.જી.હેરમા સહિત મહાનગરપાલિકાના સંબધિત વિવિધ વિભાગોના અધિકારીઓ / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

0 Comments