સુરેન્દ્રનગરના ગોમટામાં ફૂડ પોઈઝનિંગ: વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ 65થી વધુ લોકોને અસર

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં એક ઘરના વાસ્તુ પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ૨૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઠંડી છાશ પીધા બાદ આ તમામ લોકોની તબિયત લથડી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા નાના બાળકો, મહિલાઓ અને યુવકો સહિત ૨૦૦થી વધુ લોકોને તાત્કાલિક લીંબડી અને વઢવાણ સહિતની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમો તુરંત ગોમટા ગામે દોડી ગઈ હતી. આરોગ્ય અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગામમાં ધામા નાખીને અસરગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. જમણવારમાં પીરસાયેલી શંકાસ્પદ ઠંડી છાશનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને તેને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યું છે.

આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા