સુરેન્દ્રનગર: કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ કશ્યપભાઈ શુક્લ અને મહામંત્રી પ્રશાંતભાઈ વ્યાસ દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર મહિલા પાંખના જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
આ નવી વરણીમાં છાયાબેન શુક્લને પ્રમુખ અને જયશ્રીબેન વ્યાસને મહામંત્રી તરીકે નિમવામાં આવ્યા છે.
અન્ય હોદ્દેદારોમાં આશાબેન ઠાકર (ઉપપ્રમુખ), નિલમબેન વ્યાસ અને મીનાબેન જોશી (પ્રતિનિધિ), શર્મિષ્ઠાબેન ત્રિવેદી (સંગઠન મંત્રી), અને રાજેશ્વરીબેન દવે (ખજાનચી) નો સમાવેશ થાય છે. સમાજ દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમની વરણી કરવામાં આવી છે.

0 Comments