દિવાળીના પાવન પર્વે સુરેન્દ્રનગરનું દુધરેજ વડવાળા મંદિર અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠ્યું..

સુરેન્દ્રનગર: દિવાળીના શુભ અવસર પર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલું સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર રંગબેરંગી અને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખો મંદિર પરિસર પ્રકાશના ઝગમગાટથી ઝળહળી ઉઠતાં એક દિવ્ય અને અદભૂત દ્રશ્ય સર્જાયું છે.


દુધરેજ વડવાળા જગ્યાના નિર્મોહી પીઠાધેશ્વર મહંત કનીરામદાસજી બાપુ અને કોઠારી મહંત મુકુંદરામદાસજી બાપુ વિગેરેઓની આગેવાનીમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને આ પર્વ પર વડવાળા મંદિરની આ શોભા ભક્તોના હૃદયમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા જગાવે છે. રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા આ ગુરુગાદી મંદિરને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે, જેને જોવા માટે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ રોશની મંદિરની પવિત્રતા અને ભવ્યતામાં વધારો કરે છે, જેનાથી તહેવારનું વાતાવરણ વધુ ભક્તિમય અને ખુશનુમા બન્યું છે. ભક્તોએ વડવાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

Post a Comment

0 Comments