સુરેન્દ્રનગરના ચાંમુડાપરામાં જુગાર પર પોલીસ ત્રાટકી, ચાર શખ્સો રૂ.૧૦,૧૨૦ રોકડ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે માનવ મંદિર રોડ, ચાંમુડાપરા વિસ્તારમાં સફળ રેઇડ કરીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. પઠાણના માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કોન્સ. બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર અને અજીતસિંહ દિલુભાને મળેલ ખાનગી બાતમીના આધારે ચાંમુડાપરા શેરી નં-૦૩માં રહેતા ભુપતભાઈ ગાંડાભાઈ કાગડીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની હકીકત મળી હતી.

પોલીસે તાત્કાલિક રેઇડ કરતાં તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૧૦,૧૨૦/- તથા ગંજીપાના નંગ-૫૨ સહિતનો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસે ભુપતભાઈ ગાંડાભાઇ કાગડીયા, ભરતભાઇ મંગાભાઇ તરેટીયા, મનસુખભાઇ દેવજીભાઈ પરમાર (ત્રણેય રહે. ચાંમુડાપરા શેરી નં-૦૩) અને કાળુભાઇ વજાભાઇ સિહોરા (રહે. ડેકોરા મંડપવાળી ગલી, સુ.નગર) ને ઝડપી લીધા છે.

સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પો.સ્ટે. ખાતે જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુન્હો નોંધીને બી ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post a Comment

0 Comments