"સાયલા સ્ટેટ શેષમલજી ક્ષત્રિય રાજપૂત સમાજનો જશાપરમા દાદાભાઈની ડેરીએ સ્નેહમિલન સહ સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર: તા. ૨૪/૧૦/૨૦૨૫ના રોજ ધાંગધ્રાના જશાપર મુકામે દાદાભાઈ દાદાની ડેરી ખાતે સાયલા સ્ટેટ શેષમલજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ધોરણ ૮ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાયલા ઠાકોર સાહેબ સન્માનનીય શ્રી સોમરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે સન્માનનીય વાંકાનેર મહારાણા કેસરિદેવસિંહજી ઝાલા સાહેબ તેમજ રણમલદેવસિંહજી ઝાલાએ હાજરી આપી હતી.

ખાસ આમંત્રિત બા શ્રી અરુણાબા ચુડાસમાએ સમાજ હિત અને શિક્ષણ પર ભાર મૂકતી પ્રેરક સ્પીચ આપી હતી. સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણ, યોગા, આઈટી, ટેલિકોમ, બેન્કિંગ, રમતગમત, રાઇફલ ક્ષેત્રે તેમજ વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું.

રોજગારલક્ષી વિચાર સંવાદ દિગ્વિજયસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં સમાજ વધુ આગળ વધે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સમાજ સુધારા અને શિક્ષણ ઉપર ભાર મૂકીને સમાજને પ્રગતિના પંથે લઈ જવા પર ભાર મુકાયો હતો.

આ સન્માન કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ શ્રી યશપાલસિંહજી ઝાલા (આયા), ઉપપ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા (હડાળા), મંત્રી પરમરાજસિંહ ઝાલા, મહામંત્રી (નારીચાણા) અને જયદેવસિંહ રાણા (ખાટડી)ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 

આ પ્રસંગે પૂર્વ અધિક કલેક્ટર શ્રી અજીતસિંહ એમ. ઝાલા, શ્રી દોલતસિંહજી ઝાલા રાણીપટ, સરદારસિંહજી લીયા, ગિરિરાજસિંહજી, વનરાજસિંહ રાણા ખાટડી સહિત અનેક નામી-અનામી શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પરમરાજસિંહજી રાણા નારીચાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વનરાજસિંહ ઝાલા નારીચાણા ની ટીમે જહેમત ઉઠાવી છે. આમ, સાયલા ક્ષત્રિય સમાજ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો હોવાનું આ કાર્યક્રમથી પ્રતીત થયુ છે‌.

Post a Comment

0 Comments