સુરેન્દ્રનગર રેલવે પોલીસને બિનવારસી લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા સાધુ જેવી વ્યક્તિનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત તારીખ તા. ૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે આશરે ૬૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા સાધુ જેવા વ્યક્તિ ટ્રેન વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોઈ બીમારીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને થાનગઢ રેલવે સ્ટેશનથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે થાનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું અકસ્માત રીતે મરણ થયું હતું. આ વ્યક્તિની ઉંમર આશરે ૬૦ વર્ષ, ઊંચાઈ: ૫ ફૂટ ૫ ઇંચ, બાંધો: મધ્યમ, રંગ/વર્ણ: ઘઉંવર્ણ, કાળા-સફેદ વાળ, મૃતક ઇસમે શરીર પર કેસરી કલરનો ઝભ્ભા જેવું વસ્ત્ર, તેની નીચે કેસરી કલરનું ટી-શર્ટ અને કમરે કેસરી કલરની લુંગી પહેરેલ છે. 

આથી મરણ જનાર વ્યક્તિ અંગે કોઈ પણ માહિતી મળ્યેથી સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬-૨૯૬૨૦ અથવા Email id polstn-wr-suren sen@gujarat.gov.in પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments