સુરેન્દ્રનગર: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીના સુરેન્દ્રનગર જિલ્લાના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા કાર્યાલય "નમો કમલમ્" ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રદેશના સહપ્રવક્તા ઋત્વિજભાઈ પટેલ અને રાજકોટના પ્રભારી તેમજ કાર્યક્રમના ઈનચાર્જ ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
પ્રદેશ પ્રમુખના પ્રવાસના આયોજન અને વ્યવસ્થાપન અર્થે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સાંસદ ચંદુભાઈ શિહોરા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજા જેવા અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત પૂર્વ ધારાસભ્યો, જિલ્લાના મહામંત્રીઓ, સહકાર અને સંગઠનના હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખના કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠકમાં જરૂરી વિચાર-વિમર્શ અને આયોજન કરવામાં આવ્યું હતું.

0 Comments