સુરેન્દ્રનગરમાં 'વર્લ્ડ હોમલેસ દિવસ'ની ઉજવણી: ઘર વિહોણાઓને યોજનાકીય લાભોની જાણકારી આપી

સુરેન્દ્રનગર: શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્લ્ડ હોમલેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા ઘર વિહોણા પરિવારો સુધી પહોંચીને તેમને જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવાનો છે.




આ ઉજવણીના ભાગરૂપે, મહાનગરપાલિકાની ટીમે ઘર વિહોણા પરિવારોના ઝૂંપડાઓમાં જઈને તેમને આશ્રય ઘર યોજનાઓ વિશે વિગતવાર પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ ઉપરાંત, વિવિધ યોજનાકીય લાભો અને હેલ્થ ચેકઅપ કેમ્પ વિશે પણ તેમને જાણકારી મેળવી હતી.

મહાનગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભૌતિક ભાઈ, અને જયદીપભાઇનો વિગેરેઓએ આ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ માનવતાવાદી કાર્યક્રમમાં વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે. વ્યાસ પણ હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments