સુરેન્દ્રનગર : જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ સી.પી. મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવશે.
આ સન્માન કાર્યક્રમ માટે, મંડળની વાર્ષિક સાધારણ સભામાં નક્કી થયા મુજબ, જે સભાસદો તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૦ વર્ષ પૂરા કરતા હોય, તેમણે ઓફિસ સમય દરમિયાન સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં આવીને ફોર્મ ભરી જવું ફરજિયાત છે.
ફોર્મ ભરતી વખતે સભાસદોએ તેમની જન્મ તારીખનો પુરાવો, રૂ. ૫૦ ફોર્મ ફી, હાલના સમયના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને પીપીઓ બુક સાથે લાવવા સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળની એક યાદીમાં જણાવ્યું છે.


0 Comments