દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

સુરેન્દ્રનગર : જીલ્લામાં આવનારા દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાણાકીય વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લાની આંગડીયા પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓએ સંયુક્ત રીતે મીટીંગ યોજી હતી. તહેવારોમાં રોકડ રકમની હેરફેર વધતી હોવાથી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.પેઢી સંચાલકોને સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને તાત્કાલિક પોલીસને જાણ કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે પણ તહેવારો દરમિયાન આંગડીયા પેઢીના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની અને ગુપ્ત નિરીક્ષણ હાથ ધરવાની ખાતરી આપી હતી.

Post a Comment

0 Comments