સુરેન્દ્રનગર: મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં કાર્બોસેલ (કોલસા) ના ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી કાર્બોસેલના ૧૪ ગેરકાયદેસર ખનન કુવાઓ મળી આવ્યા હતા. પોલીસે તુરંત જ ખાણખનીજ વિભાગ, સુરેન્દ્રનગરની ટીમને જાણ કરી હતી, જેઓ સ્થળ પર પહોંચ્યા હતા.
આ સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે અને ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાયેલ ચરખી નંગ-૧૦, લોખંડના પાઇપો નંગ-૧૬, ટ્રેકટર નંગ-૨, જનરેટર-૧, ડમ્પર-૧, મોટર સાયકલ નંગ-૦૧, તથા સ્થળ પર પડેલો કાર્બોસેલ (કોલસો) સહિત કુલ ₹૩૦,૦૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
આ મામલે મુળી પોલીસે ખનીજ ચોરી કરનાર ઈસમો વિરૂદ્ધ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


0 Comments