લખતરમાં નવનિયુક્ત BRC કો-ઓર્ડિનેટર હીરાભાઈ સાંબડનું સ્વાગત-સન્માન

લખતર: લખતર ખાતે નવનિયુક્ત બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર (BRC) હીરાભાઈ સાંબડ દ્વારા વિધિવત્ ચાર્જ સંભાળવામાં આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને લખતર તાલુકા શિક્ષક શરાફી મંડળી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.



નવા BRC કો-ઓર્ડિનેટર તરીકે હીરાભાઈ સાંબડનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લખતર 2 ક્લસ્ટરના CRC કો-ઓર્ડિનેટર જૈમિનીબેન પટેલનું પણ વિશેષ સ્વાગત સત્કાર કરવામાં આવેલ હતો. હીરાભાઈ સાંબડે BRC તરીકેનો ચાર્જ સંભાળતા શિક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમારોહમાં લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્યો અને શિક્ષક શરાફી મંડળી લખતરના કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments