સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ICCC સેન્ટરનું ભવ્ય લોકાર્પણ: શહેરની સુરક્ષા અને વ્યવસ્થાને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવાનું પગલું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઃ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ઉજવાતા 'વિકાસ સપ્તાહ'ના સમાપન દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ શહેરની સુરક્ષા, વ્યવસ્થા અને સેવાઓને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા તરફનું એક પ્રગતિશીલ પગલું છે.

ICCC પ્રોજેક્ટ હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ ઇમારતો, ઝોન ઓફિસ, ગાર્ડન અને વોટરવર્ક્સ સ્ટેશનોમાં ૩૫૦થી વધુ અત્યાધુનિક કેમેરા અને ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ ઉપકરણોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ ICCC સેન્ટર ખાતેથી કરવામાં આવશે, જે શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવશે. આ સિસ્ટમ દ્વારા અનિચ્છનીય ઘટનાઓની ઝડપી ઓળખ અને પ્રતિસાદ શક્ય બનશે, જે નાગરિકોની સલામતીને વધુ મજબૂત કરશે.

આ ઉપરાંત, પ્રોજેક્ટ અંતર્ગત GPS ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાહનો, મહાનગરપાલિકા સંચાલિત બસો અને અન્ય વાહનોનું લોકેશન ICCC સેન્ટરમાંથી ટ્રેક કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થા શહેરની પરિવહન વ્યવસ્થા અને સેવાઓને વધુ કાર્યક્ષમ અને સુદૃઢ બનાવશે, જેથી નાગરિકોને ઝડપી અને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થઈ શકે.

નાયબ મુખ્ય દંડકશ જગદીશભાઈ મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું કે, "આ ICCC સેન્ટર સુરેન્દ્રનગરને સ્માર્ટ અને સુરક્ષિત શહેર તરીકે વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે, અને આ પ્રોજેક્ટ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે." લોકાર્પણ સમારોહમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગરને આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વધુ સુદૃઢ બનાવશે, જે નાગરિકોના જીવનને વધુ સુરક્ષિત, સરળ અને સુવિધાજનક બનાવશે.

Post a Comment

0 Comments