સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સકંજો, લોકોમાં લોકચાહના

સુરેન્દ્રનગર: સુ


રેન્દ્રનગર જિલ્લામાં હાલમાં એસપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં કડક પગલાં લેતા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે રોક લાગી છે. તેમની આ કામગીરીને કારણે જિલ્લામાં એક તરફ જ્યાં કાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓને પ્રોત્સાહન મળ્યું છે, ત્યાં બીજી તરફ તેમણે સ્થાનિક લોકોની પણ ચાહના મેળવી છે.

જાણકાર સૂત્રોના મતે, એસપી પ્રેમસુખ ડેલુની ઝુંબેશને કારણે દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોમાં પોલીસનો ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જિલ્લા પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે અને એસપીના આદેશને પગલે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા માટે સક્રિય થઈ ગયા છે.

જિલ્લા પોલીસ વડાના સખત વલણ અને સતત મોનીટરીંગના કારણે સુરેન્દ્રનગરમાં ગુનાખોરી નિયંત્રણમાં આવી રહી છે. SP ડેલુની આગેવાની હેઠળ ચાલી રહેલી આ કાર્યવાહીને લીધે જિલ્લામાં શાંતિ અને સલામતીનું વાતાવરણ વધુ મજબૂત બની રહ્યું છે, જે એક સકારાત્મક પરિવર્તન તરફ ઈશારો કરે છે. કાયદાનું પાલન કરનાર પ્રજાએ પોલીસની આ કામગીરીને આવકાર આપ્યો છે.

Post a Comment

0 Comments