સુરેન્દ્રનગર: સરસ મજાના શિયાળાના હૂંફાળા વાતાવરણમાં વઢવાણ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૨૫ આજે તા.૧૪ નવેમ્બરના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો. છેલ્લા દિવસની એથ્લેટિક્સ સ્પર્ધાઓએ ઉત્સાહનું વાતાવરણ જાળવી રાખ્યું હતું.
તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભના છેલ્લા દિવસે, ભાઈઓના તમામ વિભાગોની એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમણીય અને સુંદર કાર્યક્રમમાં, દોડની સ્પર્ધાઓનું પ્રસ્થાન કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારી ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેણે ખેલાડીઓનો જુસ્સો બમણો કર્યો હતો.
તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભ-૨૦૨૫ વઢવાણ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. વઢવાણ તાલુકા કન્વીનર હરેશભાઈ રાતડીયા અને તેમની ટીમે આ આખા કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે સરાહનીય પ્રયાસો કર્યા હતા. આ ખેલ મહાકુંભ દ્વારા અનેક પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને તેમની ક્ષમતા દર્શાવવાની તક મળી છે, જે હવે જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે
.

0 Comments