સુરેન્દ્રનગર: સંબંધમાં આવેલ કડવાસથી નિર્મમ હત્યા, ચકચાર

સુરેન્દ્રનગર (Surendranagar): જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે એક યુવતીની નિર્મમ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યારાએ યુવતીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ઘટના બાદ તે તુરંત ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જોબાળા ગામની હેતલબેન ભુપતભાઈ નામની યુવતીને કોઈ શખ્સે સંબંધમાં આવેલ કડવાશ કે અન્ય કોઈ કારણોસર આરોપીએ ગુસ્સામાં આવીને હેતલબેન પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. છરીના ઘા ઝીંકવાથી યુવતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક જોબાળા ગામે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે યુવતીની લાશનો કબજો મેળવી કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારો હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

યુવતીની આ નિર્મમ હત્યાને કારણે જોબાળા ગામ સહિત ચુડા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

રિપોર્ટર : અશ્વિનસિંહ રાણા - લીંબડી 

Post a Comment

0 Comments