સુરેન્દ્રનગરમાં ૫૧મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન

સુરેન્દ્રનગર Surendranagar : શહેરમાં ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૫૧મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ સફળતાપૂર્વક યોજાયો હતો. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, લાયન્સ ક્લબ-મેઈન સુરેન્દ્રનગર અને લોહાણા હીતરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે દર મહિને યોજાતી આ સેવા પ્રવૃત્તિએ જરૂરિયાતમંદોને આશાની કિરણ આપી છે.

આ વખતે યોજાયેલા કેમ્પમાં કુલ ૭૬ દર્દીઓએ OPD સેવાનો લાભ લીધો હતો. તેમાંમાંથી ૨૯ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓને રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. દર્દીઓ માટે આ સેવા માત્ર દ્રષ્ટિ પણ જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસ લાવનારી સાબિત થાય છે.

આ યજ્ઞને સફળ બનાવવા માટે ડેલ ફાઉન્ડેશનના નિરંજનભાઈ ડેલીવાળા અને તેમના પરિવારનો વિશેષ સહયોગ મળ્યો હતો. લાયન્સ ક્લબ-મેઈન તરફથી યોગેન્દ્રસિંહ સોલંકી અને તેમની ટીમે, લોહાણા હીતરક્ષક સમિતિના કેકીન ગણાત્રા અને તેમની ટીમે તેમજ કિરીટભાઈ ત્રિવેદી અને તેમની ટીમે સેવા ભાવનાથી કાર્ય કર્યું હતું.

આ પ્રકારના નેત્રયજ્ઞો સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાના મહત્વપૂર્ણ સાધન બની રહ્યા છે. દર મહિને યોજાતા આ કેમ્પો દ્વારા અનેક જરૂરિયાતમંદોને દ્રષ્ટિની ભેટ મળી રહી છે, જે સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ છે.

Post a Comment

0 Comments