સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક ખાતે સંવિધાન દિવસની ઉજવણી

સુરેન્દ્રનગર  : શહેરના આંબેડકર ચોક ખાતે 26 નવેમ્બરના રોજ "સંવિધાન દિવસ"ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પવા અને બંધારણના મહત્વને ઉજાગર કરવાના હેતુસર આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા.

આ પ્રસંગે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાજુભાઈ પરમાર, રમેશભાઈ સુમેરા, કિશોરભાઈ ચૌહાણ, રમેશભાઈ પરમાર અને વિવેક ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય બંધારણના મૂળભૂત મુલ્યો અને લોકશાહી, સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ડો. આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ બંધારણ પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાગરિકોએ એકબીજાને સંવિધાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને બંધારણીય જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં બંધારણ પ્રત્યે ગૌરવની ભાવના જગાડવામાં આવી હતી અને લોકશાહી મૂલ્યોના સંવર્ધન માટે સૌને પ્રેરણા મળી હતી. આ ઉજવણી લોકજાગૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Post a Comment

0 Comments