સુરેન્દ્રનગરમાં બ્રાહ્મણ અગ્રણીઓની બેઠક: રાજકોટ મહાસંમેલનની સફળતા માટે દ્રઢ સંકલ્પ

સુરેન્દ્રનગર: આગામી ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય બ્રાહ્મણ મહાસંમેલનની તૈયારીના ભાગરૂપે, સુરેન્દ્રનગરમાં બ્રહ્મ અગ્રણીઓની વિશિષ્ટ બેઠક સુરેન્દ્રનગર ક્રિના મેમોરિયલ હોલ ખાતે યોજાઈ હતી. આ મહાસંમેલન રાજ્યભરના બ્રાહ્મણ સમાજની રાજકીય ઉપેક્ષા સામે એકતાપૂર્વક અવાજ ઉઠાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

મહાસંમેલનની સફળતા માટે મિલનભાઈ શુક્લ અને તેમની ટીમે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી. તેમણે બ્રહ્મ અગ્રણી હરદીપભાઈ શુક્લ તેમજ બ્રાહ્મણ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

આ બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે રાજકોટ મહાસંમેલનને ઐતિહાસિક બનાવવામાં કોઈ કસર નહીં રાખવામાં આવે. બ્રહ્મ અગ્રણીઓએ સંગઠન, એકતા અને સામૂહિક શક્તિના પ્રદર્શન સાથે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી આપવાનો નિર્ધાર કર્યો. 

બ્રાહ્મણ સમાજના હિતો, હક અને સન્માન માટે એકસુર અવાજ ઉઠાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ બેઠક એક મજબૂત સંદેશ આપી ગઈ છે કે સમાજ હવે સક્રિય રીતે પોતાના હિત માટે આગળ વધવા તૈયાર છે. સુરેન્દ્રનગરની આ બેઠક મહાસંમેલન માટે મજબૂત પાયાનું કામ કરશે.

Post a Comment

0 Comments