સાહિત્યકાર મનોજભાઈ પંડ્યાને 'ઓનરરી ડોક્ટરેટ' અને 'સાહિત્ય રત્ન એવોર્ડ'થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગર : ગુજરાતી સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જાણીતા સુરેન્દ્રનગરના સાહિત્યકાર અને લેખક મનોજભાઈ પંડ્યાને અમદાવાદ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં 'ઓનરરી ડોક્ટરેટ'ની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ સન્માન કર્મણયે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તથા ઈકોસ (ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ઓનરરી ટાઈટલ એન્ડ સ્કોરલર્લી ડિસ્ટિક્શન) દ્વારા સંયુક્તપણે આપવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં ગુજરાતી સિરિયલ અને ફિલ્મ અભિનેત્રી ભાવિની જાની, ધ લાઇફ ફાઉન્ડેશન અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ અને ધ લાઇફ હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ. કે.એન.પટેલ (ઈન્દ્રપુરી), વીર સ્ટીલ તેમજ કર્મણયે ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજન રઘુવંશીના વરદ્ હસ્તે મનોજભાઈ પંડ્યાને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

ઉપરાંત, સાહિત્ય ક્ષેત્રે કરેલ વિશિષ્ટ સર્જન બદલ મનોજભાઈ પંડ્યાને "સાહિત્ય રત્ન એવોર્ડ" થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બેવડા સન્માનથી સાહિત્ય જગતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Post a Comment

0 Comments