સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે

સુરેન્દ્રનગર : શહેરમાં તળપદા કોળી સમાજ દ્વારા આગામી રવિવાર, ૯ નવેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે એક વિશિષ્ટ સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમસ્ત તળપદા કોળી સમાજ સુરેન્દ્રનગરના તત્પર આયોજન હેઠળ રામરણુજા આશ્રમ, કોઠારીયા ખાતે યોજાશે. 

આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ સમાજમાં ભાવ-પ્રેમ, ઐક્યભાવ અને અખંડિતતા જાળવી રાખવાનો છે. નૂતન વર્ષના આરંભે સમાજના સભ્યોને એકમેક સાથે જોડીને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ તરફ દોરી જવાનો પ્રયાસ કરવામાં આવશે. ભૂતકાળના રાગદ્વેષ ભૂલાવીને નૂતન અભિગમ સાથે સમાજલક્ષી વિચારવિમર્શ અને અમલવારી માટે સહચિંતન કરવાનું આ કાર્યક્રમનું મુખ્ય લક્ષ્ય છે.

આ પ્રસંગે સમાજના વરિષ્ઠ અને સમર્પિત સમાજસેવકોનું સન્માન કરવામાં આવનાર છે. જે વર્ષો સુધી સમાજની સેવા અને વિકાસ માટે કાર્યરત રહ્યા છે. તેમના યોગદાનને માન્યતા આપીને યુવા પેઢીને પ્રેરણા આપવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મહંત લાભુગીરી બાપુ રહેશે, જે રામરણુજા આશ્રમ, કોઠારીયા ખાતે નિવાસ કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન થનાર છે.

આ ઉપરાંત વિશેષરૂપે બહેનો માટે દાંડિયારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વય જૂથની બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેનોને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવશે, જેનાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણ વધારવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments