સુરેન્દ્રનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખડજીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ મા ચામુંડા માતાના મંદિરે દર્શન માટે પધાર્યા હતા.
આ પાવન અવસરે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના માનનીય અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ધનખડજીનું પરંપરાગત રીતે પાઘડી અને શાલ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓમપ્રકાશ ધનખડજી સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનના ડિરેક્ટર નરેશભાઈ કેલા પણ મા ચામુંડાના દર્શન માટે જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને સૌ મિત્રો, સ્નેહીજનો અને પ્રદેશની સુખાકારી તથા સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.
આમ, રાષ્ટ્રીય સ્તરના નેતાની આ મુલાકાતથી સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


0 Comments