IOCL દુધરેજ ખાતે બોમ્બ એટેક મોકડ્રીલ: પોલીસ અને અન્ય એજન્સીઓએ સજ્જતાનું પ્રદર્શન કર્યું

સુરેન્દ્રનગર: સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવા અને કટોકટીની પરિસ્થિતિમાં સંકલન જાળવવાના ઉદ્દેશથી આજે IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દુધરેજ ખાતે બોમ્બ એટેકના બનાવને અનુલક્ષીને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં વિવિધ સુરક્ષા અને કટોકટી પ્રતિભાવ એજન્સીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

મોકડ્રીલ દરમિયાન, 'A' ડિવિઝન પોલીસ તરફથી પીઆઈ એચ.એમ. પુવાર, પીએસઆઈ ચુડાસમા અને પોલીસ સ્ટાફે કાર્યવાહી સંભાળી હતી. આ ઉપરાંત, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલની આગેવાની હેઠળ SOG ટીમ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), અને પેરોલ ફર્લો ટીમ પણ જોડાઈ હતી.

કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, BDDS ટીમ (બૉમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ), ડોગ ક્વોડ્સ, અને QRT (ક્વિક રિસ્પોન્સ ટીમ) સજ્જ થઈ હતી. ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક શાખાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે સંભવિત આગ કે નુકસાનના કિસ્સામાં ફાયર બ્રિગેડની ટીમે પણ જોડાઇ હતી.

સમગ્ર મોકડ્રીલ પોલીસ અને અન્ય સહાયક એજન્સીઓ વચ્ચેના કુશળ સંકલન અને ઝડપી પ્રતિભાવ ક્ષમતા દર્શાવે છે. આવા મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાને મજબૂત કરવા માટે આ પ્રકારના અભ્યાસો અનિવાર્ય હોવાથી મોકડ્રીલ યોજાઈ હતી.

Post a Comment

0 Comments