સુરેન્દ્રનગર Surendranagar : ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ સંચાલિત સી.યુ.શાહ પોલીટેકનિક સુરેન્દ્રનગર અને ચોકસી સ્કીલ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવો માર્ગ ખૂલ્યો છે. આ સહયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન, ટેક્નોલોજીકલ અપ-ગ્રેડેશન અને ઉચ્ચ રોજગારક્ષમતાનો નવો આયામ શરૂ થયો છે.
આ MoUનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગની માંગ મુજબ તૈયાર કરવાનો છે. કરારના મુખ્ય આધાર સ્તંભોમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા ઉભરતી ટેક્નોલોજીમાં તાલીમ, ઇન્ડસ્ટ્રિયલ તાલીમ અને મુલાકાતો દ્વારા વાસ્તવિક ઉદ્યોગ વાતાવરણનો અનુભવ, અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને સમાવીને કસ્ટમાઇઝ્ડ અભ્યાસક્રમનું આધુનિકીકરણ સામેલ કરવામાં આવ્યું છે.
આ ભાગીદારી થી AICTE ઇન્ટર્નશિપ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને જોબ પ્લેસમેન્ટની સીધી તકો પૂરી પાડવનો છે. જે તેમના કારકિર્દીના નિર્માણમાં નિર્ણાયક સાબિત થશે.
આ પ્રસંગે સી.યુ.શાહ પોલિટિકલના પ્રિન્સિપાલ જી.કે. મકવાણા અને ચોકસી સ્કીલના ચેરમેન Vaibhav Choksi સર વૈભવભાઈ ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સંસ્થાના પ્રોફેસરો નિલેશભાઈ નૈયા અને બિપીનભાઈ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સહયોગ 'સ્કિલ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલને વધુ મજબૂત બનાવશે અને સુરેન્દ્રનગરના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે એક નવીનતાનો માર્ગ પ્રશસ્ત કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

0 Comments