ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા ૧૪મી ડે-ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

સુરેન્દ્રનગર: ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આયોજિત ડે-ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી પરંપરાગત રીતે યોજાતી આ ટુર્નામેન્ટ રમતગમત દ્વારા સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ ટુર્નામેન્ટ તારીખ ૧૪-૧૨-૨૦૨૫, રવિવારથી શરૂ થઈને આગામી ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર સુધી ચાલશે. ક્રિકેટ રસિકો અને ખેલાડીઓ માટે આ સમયગાળો ઉત્સાહ અને રોમાંચથી ભરપૂર રહેનાર છે.મેચ દરરોજ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રમાશે.

ટુર્નામેન્ટનું આયોજન સુરેન્દ્રનગર ખાતે, કૃષ્ણનગર પાણીની ટાંકી પાસે, આઈ.ઓ.સી. કોલોની પાછળ, સરદાર રોડ પર કરવામાં આવ્યું છે.

સમગ્ર સમાજને આ રમતગમત ઉત્સવમાં મોટી સંખ્યામાં પધારીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

0 Comments