વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક હર્ષદ વ્યાસે સાંસદ ચંદુભાઈ શિહોરાની મુલાકાત લીધી

સુરેન્દ્રનગર: વિચરતા સમુદાય સમર્થન મંચના જિલ્લા સંયોજક હર્ષદ વ્યાસે તાજેતરમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોના વિવિધ પેન્ડિંગ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

વિશેષ કરીને, આ સમુદાયના લોકોને આવાસ માટે પ્લોટ ફાળવણીના મુદ્દે હર્ષદ વ્યાસે સાંસદશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સમુદાયના અનેક પરિવારો હજુ પણ આવાસ વિહોણા છે અને સરકારના ઠરાવ મુજબ તેમને પ્લોટ ફાળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

સાંસદ ચંદુભાઈ શિહોરાએ રજૂ કરાયેલા મુદ્દાઓને ગંભીરતાથી સાંભળી અને આશ્વાસન આપ્યું હતું કે, સરકારના નીતિ-નિયમો અનુસાર આ પરિવારોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વિચરતા અને વિમુક્ત જાતિના લોકોના હિતમાં જરૂરી પગલાં લેવામાં આવશે અને સંબંધિત વિભાગો સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે.

Post a Comment

0 Comments