સુરેન્દ્રનગર : ઝાલવાડ પંથકમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારની મહત્વાકાંક્ષી 'સૌની યોજના' (SAUNI Yojana) આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીમલી ગામે સૌની યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખવાના કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરી શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.
લાંબા સમયથી ખેડૂતો અને ગ્રામજનો આ વિસ્તારમાં પાણીની સુવિધા સુદ્રઢ બને તેવી અપેક્ષા રાખતા હતા. ત્યારે આ પાઇપલાઇનનું મૂહુર્ત થતા જ લીમલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ખેતીવાડી માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી સ્થાનિક ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે રાજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય, લધીરસિંહ પરમાર સરપંચ, લીમલી ગામ, સત્યજીતસિંહ પરમાર યુવા ભાજપ પ્રમુખ, અભિજીતસિંહ પરમાર ડાયરેક્ટર APMC મૂળી, કૌશલેન્દ્રસિંહ ભાણુભા ઇન્દ્રદ્રષ્ટિ એન્ટરપ્રાઇઝ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે અને આ પાઇપલાઇનથી ખેતીમાં સિંચાઈની સુવિધા વધુ સુલભ બનશે તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન LCC (Larsen & Toubro) ના અનુભવી એન્જિનિયરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાઇપલાઇનની કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.

0 Comments