એસટી ડેપો સુરેન્દ્રનગરમાં કર્મનિષ્ઠ ટ્રાફિક કંટ્રોલરનો ભવ્ય વિદાય સમારંભ

સુરેન્દ્રનગર : ગત તારીખ ૦૨/૧૨/૨૫, મંગળવારના રોજ, સુરેન્દ્રનગર એસટી ડેપોના વર્કશોપ ખાતે એક ભાવુક અને પ્રેરણાદાયક નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) ને પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરનાર અને ટ્રાફિક કંટ્રોલર (TC)ના હોદ્દા પર ફરજ બજાવતા સુખદેવસિંહ ઝાલાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

સુખદેવસિંહ ઝાલાએ પોતાના લાંબા કાર્યકાળની શરૂઆત કંડકટર તરીકે કરી હતી અને પોતાની નિષ્ઠા, મહેનત અને લગન થકી ટ્રાફિક કંટ્રોલર (TC)ના મહત્વના પદ સુધી પ્રમોશન મેળવ્યું હતું. સુરેન્દ્રનગર એસટી ડેપોમાં તેમણે હંમેશા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી નિભાવીને સાથી કર્મચારીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચૌધરી સાહેબ, ડેપો મેનેજર, સુરેન્દ્રનગર ઉપસ્થિત રહ્યા હતા અને ઝાલાની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ પાઠક દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે BMSના અગ્રણીઓ સહિત ડેપોના અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહેન્દ્રસિંહ પરમાર (મહામંત્રી), આર.પી. સોલંકી (સંગઠન મંત્રી), દિગ્વિજયસિંહ ઝાલા, બી. એસ. ચુડાસમા (યુનિટ મંત્રી), મનહરભાઈ ઓળકિયા (શિડ્યુલ મંત્રી), સુરેશભાઈ કડ, મજબુતસિંહ પરમાર, જે. એચ. માલકીયા, વાટુકિયા મુકેશભાઈ, એમ. કે. ડાભી, કે. એમ. કાઠીયા, પ્રવીણભાઈ ઓળકિયા, મહેશભાઈ ઠાકોર, અને મોતીભાઈ કડ જેવા ટેકેદારો સમાવેશ થાય છે. આ તમામ મહાનુભાવોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર એસટી પરિવારે સુખદેવસિંહ ઝાલાને તેમની નિવૃત્તિ બાદના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

0 Comments