સુરેન્દ્રનગર: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧માં સ્થાપના દિવસ નિમિત્તે આજે ૨૮ ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વઢવાણ નગરપાલિકા ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ કોંગ્રેસના ભવ્ય વારસાને યાદ કરી નવી પેઢીને પક્ષની વિચારધારાથી માહિતગાર કરી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં બંધુત્વ, સમાનતા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેના આદર્શો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં અનેક વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં મહેન્દ્રભાઈ પરમાર (શહેર કોંગ્રેસ પ્રમુખ), ઝરણાંબેન જાની (જિલ્લા મહિલા પ્રમુખ), શક્તિસિંહ (વઢવાણ તાલુકા પ્રમુખ), સ્નેહલ સોની (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા મંત્રી), વિશ્વાસભાઈ સોમપુરા (શહેર મહામંત્રી) આ ઉપરાંત ભરતભાઈ બાર, નગરપાલિકા સદસ્ય પેમજીભાઈ, સુલેમાન ખુરેશી, વિનુભાઈ વ્યાસ, રાજનીભાઈ કડ, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્દુલભાઇ મકરાણી અને કાર્તિકભાઈ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો, સફાઈ કામદારો અને પક્ષના કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


0 Comments