સુરેન્દ્રનગર : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા જીવલેણ હુમલા, હત્યાઓ અને અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા દેશવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશની વર્તમાન સરકાર અને કટ્ટરપંથી માનસિકતા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના જવાહર ચોકમા બાંગ્લાદેશના ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને ઝંડો સળગાવી સનાતન ધર્મની રક્ષા માટે સુત્રોચ્ચાર કર્યા હતા.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ત્યાંની સરકાર કટ્ટરપંથી અને જેહાદી માનસિકતા ધરાવતા તત્વોના હાથમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યાં નિર્દોષ હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે, છતાં ત્યાંની સ્થાનિક સરકાર ગુનેગારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ જેવી સંસ્થાઓ પણ આ ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘન પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.
આ ઘટનાના પ્રત્યાઘાતો સુરેન્દ્રનગરમા જોવા મળ્યા છે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ સનાતની હિન્દુઓને એકજૂથ થવા માટે હાકલ કરવામાં આવી હતી. સંગઠને ભારપૂર્વક જણાવ્યું કે, "હવે સમય આવી ગયો છે કે દરેક હિન્દુ જાગૃત થાય અને કોઈપણ હિન્દુ સંગઠન સાથે જોડાઈને સનાતની સમાજને મજબૂત બનાવે." હિન્દુઓની સુરક્ષા માટે એકતા એ જ એકમાત્ર ઉપાય હોવાનું હિન્દુ સંગઠનને જણાવ્યું હતું.

0 Comments