કચ્છના સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર માટે સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજની બેઠક

સુરેન્દ્રનગર: આગામી ૧૯ જાન્યુઆરીના રોજ આદિપુર-કચ્છ મુકામે યોજાનારા બ્રહ્મ સમાજના ભગીરથ કાર્યક્રમ – ૧૧૧થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન અને બટુકોના સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર –ના અનુસંધાને એક મહત્વપૂર્ણ બેઠક સુરેન્દ્રનગરમાં યોજાઈ હતી.

આ કાર્યક્રમ માટે દાતા બાબુભાઈ હુંબલ અને કચ્છ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ખાસ સુરેન્દ્રનગર પધાર્યા હતા.

આ બેઠકનું આયોજન હરદીપભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું અધ્યક્ષસ્થાન પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ શોભાવ્યું હતું.

બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે વિરેન્દ્રભાઈ આચાર્ય, દેવાંગભાઈ રાવલ, તપનભાઈ દવે, લલીતભાઈ ઠાકર, સુનિલભાઈ મહેતા, મીનાબેન જોશી, પિનાકીનભાઈ મહેતા, મેહુલભાઈ દવે સહિત સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, થાનગઢ અને વઢવાણની બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.

આ બેઠકમાં કચ્છ ખાતે યોજાનારા સામૂહિક કાર્યક્રમની રૂપરેખા અને તેના સફળ આયોજન માટે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના બ્રહ્મ સમાજ તરફથી સહયોગ અને જનજાગૃતિ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Post a Comment

0 Comments