સુરેન્દ્રનગર EDના દરોડા: કલેક્ટર બંગલો અને નાયબ મામલતદારના ઘરે તપાસનો ધમધમાટ

સુરેન્દ્રનગર : શહેરમાં આજે વહેલી સવારથી Enforcement Directorate (ED) દ્વારા કરવામાં આવેલી આકસ્મિક કાર્યવાહીથી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. EDની ટીમોએ પોલીસના કડક બંદોબસ્ત સાથે જિલ્લા કલેક્ટરના બંગલા અને વઢવાણના રાવળવાસ વિસ્તારમાં સ્થિત નાયબ મામલતદારના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, EDની અલગ-અલગ ટીમોએ સવારે જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 8 થી વધુ વાહનોનો કાફલો અને સ્થાનિક પોલીસનો જથ્થો પણ હાજર રહ્યો હતો. તપાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ દરોડાની કેન્દ્રબિંદુમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હોવાનું સામે આવ્યું છે, જે હાલ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના નિવાસ સ્થાનેથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. તેઓ લાંબા સમયથી EDની રડારમાં હોવાનું માનવામાં આવે છે.

હાલમાં ED દ્વારા તપાસ કયા ચોક્કસ કૌભાંડને લઈને કરવામાં આવી રહી છે તે અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, ચર્ચાઓ મુજબ જમીન કૌભાંડ કે નાણાકીય ગેરરીતિઓના સંદર્ભમાં આ કાર્યવાહી થઈ રહી હોવાની શક્યતા છે. સાથે જ, અનેક બેનામી સંપત્તિઓ અને મોટા આર્થિક વ્યવહારોના ખુલાસાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

Post a Comment

0 Comments