ઝાલાવાડના તેજસ્વી ઉદ્યોગપતિ નરેશભાઈ કેલાનો જન્મદિવસ: 44માં વર્ષમાં મંગલ પ્રવેશ
સુરેન્દ્રનગર : ઝાલાવાડની ધરતીના ગૌરવ અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશભાઈ કેલા આજે પોતાના જીવનના 43 વર્ષ પૂર્ણ કરી 44માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાના સુપુત્ર તરીકે નરેશભાઈએ નાની ઉંમરે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુરેન્દ્રનગરનું ગૌરવ વધાર્યું છે.
નરેશભાઈ કેલા હાલમાં ભારત સરકારની મહારત્ન કંપની પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (PFC) માં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે જ તેઓ ગુજરાત સરકારની રાજ્યસ્તરીય ફી રિવિઝન કમિટીમાં પણ મેમ્બર તરીકે નિષ્ણાત સેવાઓ આપી રહ્યા છે. તેઓએ પિતાના ઉદ્યોગને આગળ વધારતાં તેમણે ધનરાજ સુગર્સને વિશ્વના 50થી વધુ દેશોમાં પહોંચાડી ગુણવત્તાનું પ્રતીક બનાવ્યું છે. તેમજ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે વેપારીઓના હિત માટે સતત કાર્યરત છે. આ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક: સુરેન્દ્રનગર શાખાના કન્વીનર તરીકે મધ્યમ અને નાના વર્ગના લોકોના આર્થિક વિકાસ માટે તત્પર છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોમાં ઘડાયેલા નરેશભાઈ માત્ર ઉદ્યોગપતિ જ નહીં, પણ એક સંવેદનશીલ કવિ અને ઉત્તમ કૂક તરીકે પણ ઓળખાય છે. ગૌસેવા અને દરિદ્ર નારાયણની સેવા તેમના જીવનના મુખ્ય મંત્ર છે. તેઓ પોતાની સફળતાનું શ્રેય સંયુક્ત પરિવારના સહકાર અને વડીલોના આશીર્વાદને આપે છે.
આજે સમગ્ર જિલ્લામાંથી તેમના ચાહકો અને શુભેચ્છકો મોબાઈલ નંબર 95581 05555 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ત્યારે GJ13NEWS Gujarati પરિવાર તરફથી શુભેચ્છા.. "નરેશભાઈ કેલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સમાજસેવા માટે વધુ શક્તિ અર્પે તેવી શુભકામનાઓ."

Comments
Post a Comment