સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઃ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી થઈ, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

સંબોધન દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, 26 જાન્યુઆરી માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ તે આપણા સ્વતંત્રતા સેનાનીઓના અમર બલિદાનનું જીવંત પ્રતીક છે. મહાત્મા ગાંધી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર તેમજ અનેક અજ્ઞાત યોદ્ધાઓએ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે સંઘર્ષ કરીને દેશને આઝાદી અપાવી. તેમના ત્યાગ અને પરિશ્રમથી પ્રેરિત થઈને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું, જે આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો પ્રદાન કરે છે. આ ઐતિહાસિક દિવસે તેમના બલિદાનને યાદ કરીને વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લેવાની જરૂર છે.

વધુમાં તેમણે ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી નિર્ણય અંગે પ્રકાશ પાડ્યો કે, 1 જાન્યુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે. આ એક વર્ષમાં શહેરી વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ થઈ છે. મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ તેમજ આસપાસના ગામોનો સમાવેશ થવાથી વહીવટી કાર્યક્ષમતામાં વધારો થયો છે અને વિકાસને નવો વેગ મળ્યો છે.

આ અવસરે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ફાયર અને ઈમરજન્સી સર્વિસિસના જવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા