સુરેન્દ્રનગર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે વકીલોનું મહાસંમેલન યોજાયું

સુરેન્દ્રનગર: આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના ઉમેદવાર પ્રશાંતભાઈ સુરેશકુમાર ભટ્ટના સમર્થનમાં વકીલોનું એક ભવ્ય સ્નેહમિલન અને મિટિંગ યોજાઈ ગઈ.

તાજેતરમાં ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સુરેન્દ્રનગરની લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં પ્રશાંતભાઈ ભટ્ટની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી અને ઉપસ્થિત તમામ વકીલોને અપીલ કરી હતી કે, પ્રશાંત સુરેશકુમાર ભટ્ટને પ્રથમ ક્રમાંક (નંબર ૧) આપી જંગી બહુમતીથી વિજેતા બનાવી બાર કાઉન્સિલમાં મોકલવા જણાવવામાં આવ્યું હતું‌.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પ્રમુખ જી.ડી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન નોટરી એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ ચુડાસમા તથા સુરેન્દ્રનગર બાર એસોસિએશનના સેક્રેટરી વિપુલભાઈ જાનીએ સંભાળ્યું હતું.

આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી પ્રશાંતભાઈ ભટ્ટને સમર્થન જાહેર કર્યું હતું, જેમાં મુખ્યત્વે એમ.પી. સભાણી ડીજીપી, સુરેન્દ્રનગર, પી.ડી. પરમાર પ્રમુખ, વઢવાણ બાર એસોસિએશન, દીપાલીબેન શાહ: ઉપપ્રમુખ, મહિલા બાર એસોસિએશન, ભારતીબેન પતાણી પ્રતિનિધિ, મહિલા વકીલ મંડળનો સમાવેશ થાય છે.

આ મિટિંગમાં સુરેન્દ્રનગરના વકીલો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત તમામ સભ્યોએ એકસૂરે પ્રશાંતભાઈ સુરેશકુમાર ભટ્ટને જંગી બહુમતીથી વિજયી બનાવવાની ખાતરી આપી હતી. 

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા