સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ૧૯૭૮/૭૯ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિભેટ અને સ્પોન્સરશિપ અર્પણ

સુરેન્દ્રનગર : શહેરની પ્રતિષ્ઠિત એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે તારીખ ૩૧/૦૧/૨૦૨૬ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૮/૧૯૭૯ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ‘રી-યુનિયન’ ના સભ્યો દ્વારા કોલેજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવાના ઉમદા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને ભેટ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જીવનભરના સંભારણા સમાન ૪૨ સુંદર ફોટાઓનું કલેક્શન તૈયાર કરી તેને ફ્રેમ કરાવીને કોલેજ ઓફિસમાં લગાવવામાં આવ્યું હતું. આ ફોટો કલેક્શન પાછળનો મુખ્ય હેતુ આવનારી પેઢીના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને કોલેજની ગરિમા જળવાઈ રહે તેવો રાખવામાં આવ્યો છે. આ તસ્વીરો ૧૯૭૮/૭૯ના સમયની મધુર યાદોને જીવંત કરે છે.

રી-યુનિયન કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ બાદ વધેલી રકમનો સદુપયોગ કરવાના હેતુથી કોર કમિટી દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેજના સેન્ટ્રલ હોલ (ઓડિટોરિયમ) માટે અત્યંત જરૂરી એવા બે "પી.ડી.એમ." માઈક ડેશ બોર્ડ ટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ સાધનોનો ઉપયોગ સ્ટેજ પર એન્કરિંગ, પ્રવચન, સ્વાગત પ્રવચન અને આભાર વિધિ માટે કરવામાં આવશે, જેની કોલેજને લાંબા સમયથી જરૂરિયાત હતી.

આ કાર્યક્રમમાં કોર કમિટીના સભ્યો વનરાજસિંહ રાણા, ખુમાનસિંહ ઝાલા, શૈલેષભાઇ શાહ (રેંટિયો તુવેર દાળ ટ્રેડર્સ), નરેન્દ્રભાઈ શાહ, યોગેશભાઈ રાવલ, કમલેશભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ વજાણીભાઈએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ માતૃસંસ્થા પ્રત્યેના લગાવ અને ઉદાર સ્પોન્સરશિપની સરાહના કરી હતી. તેમણે તમામ કોર કમિટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવા સહયોગથી કોલેજની સુવિધાઓમાં વધારો થાય છે અને નવા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે છે. અને સમગ્ર કાર્યક્રમની વિગતો અને તે સમયની યાદગાર તસ્વીરો વિશે વનરાજસિંહ રાણાએ માહિતી પૂરી પાડી હતી.

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા