સુરેન્દ્રનગર શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિર અને કિરણચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલમાં 'વિશ્વ માતૃભાષા દિવસ' ની ભવ્ય ઉજવણી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ફુલચંદભાઈ શાહ કુમાર મંદિર તથા શ્રી કિરણચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલમાં આજે 'વિશ્વ માતૃભાષા દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં પોતાની ભાષા પ્રત્યે ગૌરવ વધે તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વ્યાકરણના જટિલ મુદ્દાઓને આકર્ષક ચાર્ટ અને મોડેલ્સ દ્વારા ખૂબ જ સરળ અને વ્યવહારિક રીતે સમજાવ્યા હતા. બાળકોની આ રજૂઆત પ્રેક્ષકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ માતૃભાષાના જતન અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. સાથે જ, મધુર લોકગીતોની પ્રસ્તુતિ દ્વારા ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માતૃભાષા એ આપણા સંસ્કારોની જનની છે. તેમણે દરેક વિદ્યાર્થીને માતૃભાષાનો ગર્વ રાખવા અનુરોધ કરી સૌને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર આયોજનમાં શાળાના બાળકોમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને સમજ વ્યાપક સ્તરે જોવા મળ્યા હતા.

0 Comments