સુરેન્દ્રનગર ‘નમો કમલમ’ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે સંગઠનાત્મક માળખાને વધુ સુદ્રઢ કરવાના હેતુથી ‘પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026’ અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આગામી સમયમાં પક્ષ દ્વારા હાથ ધરવામાં આવનારા વિવિધ કાર્યક્રમો અને પ્રશિક્ષણ વર્ગોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હાર્દિકભાઈ ટમાલીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, "પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ અનિવાર્ય છે. આ અભિયાન દ્વારા સંગઠન વધુ મજબૂત અને ગતિશીલ બનશે." તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ બેઠકમાં મુખ્યત્વે પ્રશિક્ષણ વર્ગો મંડળ સ્તરે યોજાનારા પ્રશિક્ષણ વર્ગોનું સુવ્યવસ્થિત આયોજન, તેમજ આગામી કાર્યક્રમો દ્વારા જનતા સાથેનો સંપર્ક વધારવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ પક્ષની નીતિઓ અને સિદ્ધાંતોથી કાર્યકર્તાઓને અવગત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ મંડળ સ્તરના અપેક્ષિત હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ આ પ્રશિક્ષણ મહા અભિયાનને સુરેન્દ્રનગર જિલ્લામાં અભૂતપૂર્વ સફળ બનાવવા માટે સામૂહિક સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે સંગઠનની શક્તિ અને એકતાના દર્શન થયા હતા, જે આગામી સમયમાં પક્ષના કાર્યોમાં નવી ઉર્જા પૂરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

0 Comments