રાજકોટ ખાતે દસાડીયા પરિવાર દ્વારા આનંદના ગરબા યોજાયા

સુરેન્દ્રનગર : રાજકોટ શહેરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક રંગત સાથે દસાડીયા પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેટેલાઇન રોડ પર, સેટેલાઇન સ્કૂલની બાજુમાં નાગબાઈ મંદિર પાસે મોરબી રોડ પર આવેલા તેમના નવ નિર્મિત મકાનના ગૃહપ્રવેશ નિમિતે નવચંડી યજ્ઞ તથા આનંદના ગરબા યોજાયા. આ પ્રસંગે સ્થાનિક તેમજ બહારગામથી આવેલા મહેમાનોની હાજરીમાં ભવ્ય માહોલ સર્જાયો.  

ગરબાનું આયોજન સુરેન્દ્રનગરના શ્રી રાધે આનંદ ગરબા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળના નયનભાઈ ઠાકર, અરૂણાબેન દવે, બી.સી. જાની અને ડૉ. મનોજ પંડ્યાએ સંગીતમય શૈલીમાં પરંપરાગત આનંદના ગરબા રજુ કર્યા. તેમની રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓમાં ઉત્સાહ છવાઈ ગયો.  

સુરેન્દ્રનગરથી પધારેલા મંડળના સભ્યોનું સામૈયું પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ તેમને આવકાર આપ્યો. સંગીતની સાથે ગરબાના તાલને વધુ જીવંત બનાવવા માટે તબલા પર ચંદુભાઈ રામાનુજ, ઓર્ગન પર દીપકભાઈ રાવલ અને પેડ પર બળવંતભાઈ પૂનાની એ સુંદર સંગત આપી. તેમની સંગીતમય રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં ઉમંગ અને આનંદની લહેર જોવા મળી હતી‌.

આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહ્યો પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મિલનનો પણ અવસર બન્યો. પરિવારજનો, મિત્રો અને સમાજના આગેવાનોની હાજરીમાં ગૃહપ્રવેશ સાથે ગરબાની માણવામાં આવ્યા હતા.

દસાડીયા પરિવારના આ આયોજનથી રાજકોટમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. નવચંડી યજ્ઞ દ્વારા ધાર્મિક ભાવના વ્યક્ત કરવામાં આવી તો સંગીતમય ગરબાથી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો. ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમને યાદગાર ગણાવ્યો અને પરિવારને શુભેચ્છાઓ પાઠવી.  

0 Comments