વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ: રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સુરેન્દ્રનગર (જોરાવનગર): આગામી સમયમાં હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના જોરાવનગર પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને હિન્દુ સનાતની સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રામ મહોત્સવની ભવ્ય ઉજવણી અને પરંપરાગત શોભાયાત્રાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષે રામ મહોત્સવને વ્યાપક સ્તરે ઉજવવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પધરાવીને સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને અલગ-અલગ જવાબદારીઓની સોંપણી કરવામાં આવી હતી જેથી સમગ્ર આયોજન સુચારૂ રીતે પાર પાડી શકાય.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી દેવ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સર્વસંમતિથી યાત્રાના સંચાલન માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં યાત્રા અધ્યક્ષ જયદીપભાઈ ધીરુભાઈ માથરોટિયા (વિજય આનંદ કેટરર્સ),0યાત્રા ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ કંસારા, સંયોજક મોનિલભાઈ શાહ, સહ સંયોજકો નિલેશભાઈ સાતની અને ભાવેશભાઈ કોળીને જવાબદારી સોંપાઈ છે.

આ બેઠકમાં VHP જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ બી. ભુતડા, જિલ્લા મંત્રી પ્રકાશભાઈ પ્રજાપતિ, તેમજ દેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીરવસિંહ, જયેશભાઈ શુક્લ, પ્રફુલભાઈ ખોખરા, રાજુભાઈ હાલાણી અને જગદીશભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત RSSના નગર સંઘચાલક ખીમજીભાઈ કોરડિયાએ પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમગ્ર બેઠકનું આયોજન VHP જોરાવનગર પ્રખંડ અધ્યક્ષ દર્શનભાઈ શાહ અને મંત્રી ચેતનભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બજરંગ દળના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

0 Comments