સુરેન્દ્રનગર: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કારોબારીમાં પડતર પ્રશ્નોનો ગુંજ્યા

સુરેન્દ્રનગર: તાજેતરમાં પિરાણા સ્થિત કલ્કિ તીર્થધામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંતની મહત્વની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના શૈક્ષણિક આલમનું પ્રતિનિધિત્વ કરતા 35 થી વધુ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અવાજ ઉઠાવ્યો હતો.

મુખ્ય માંગણીઓ અને રજૂઆતો

કારોબારીમાં શિક્ષકોના આર્થિક, સેવાકીય અને શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. 

૧. પેન્શન અને સેવાકીય પ્રશ્નો

 * જૂની પેન્શન યોજના (OPS): 1/04/2005 પહેલા અને પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની મુખ્ય માંગ કરવામાં આવી.

 * વારસદારોને લાભ: અવસાન પામેલા શિક્ષકોના પરિવારોને પેન્શન સહાય આપવા પર ભાર મૂકાયો.

 * સેવા ગણતરી: HTAT આચાર્યો અને વિદ્યાસહાયકોની સેવાને પેન્શન માટે ગણતરીમાં લેવી, તેમજ ફિક્સ પગારના સમયગાળાને સળંગ સેવા તરીકે માન્ય રાખવાની રજૂઆત કરવામાં આવી.

૨. આર્થિક અને વહીવટી પારદર્શિતા

 * નિયમિત પગાર: દર મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં શિક્ષકોને નિયમિત પગાર મળી જાય તેવી વ્યવસ્થા કરવી.

 * GPF ટ્રાન્સફર: જિલ્લા ફેરબદલીના કિસ્સામાં GPF ખાતાની રકમ તાત્કાલિક ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી.

૩. શૈક્ષણિક માળખું અને ટેકનોલોજી

 * ડિજિટલ શિક્ષણ: દરેક વર્ગખંડમાં Smart TV ની સુવિધા અને ડિજિટલ સાધનોની જાળવણી માટે વધારાની ગ્રાન્ટ ફાળવવી.

 * બિન-શૈક્ષણિક કાર્યમાંથી મુક્તિ: શિક્ષકો પાસે લેવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી બંધ કરી, ઓનલાઈન અને વહીવટી કામ માટે દરેક શાળામાં અલગથી ક્લાર્ક કે કમ્પ્યુટર સહાયકની નિમણૂક કરવી.

આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અગ્રણીઓ દશરથસિંહ અસવાર, રણછોડભાઈ કટારીયા, ભગીરથસિંહ રાણા, જીગ્નેશભાઈ આલ, નરેન્દ્રસિંહ મોરી, મનીષાબેન પટેલ, રામુબેન બારડ, હિરલબેન, હિતેશભાઈ કણઝરિયા, રિતેશભાઈ મકવાણા, પિનાકિનભાઈ પટેલ, હિતેશભાઈ પંડ્યા અને મિતરાજસિંહ પરમાર સહિતના આગેવાનોએ સક્રિય સહભાગી થઈ શિક્ષકોના પ્રશ્નોને વાચા આપી હતી.

આ કારોબારી દ્વારા રાજ્ય સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શિક્ષકોની પાયાની સુવિધાઓ અને પેન્શન જેવા ન્યાયિક મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય છે.

0 Comments