સુરેન્દ્રનગર: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (Illegal Money Lending Activities) ને ડામવા માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા અને સરળતાથી ધિરાણ મળી રહે તે હેતુથી 'લોન મેળા' નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત:
તારીખ: ૨૨/૦૩/૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી
સ્થળ: ડી.ટી.સી. હોલ, પોલીસ હેડ કવાટર્સ, સુરેન્દ્રનગર
સરકારી બેંકો સાથે સંકલન અને હેલ્પ ડેસ્ક
આ લોન મેળામાં સુરેન્દ્રનગર ડિવિઝન હેઠળની વિવિધ સરકારી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે, જેઓ લોકોને સરકારી લોન યોજનાઓ વિશે માર્ગદર્શન આપશે. વહીવટી સરળતા માટે પોલીસ દ્વારા નીચે મુજબના પોલીસ સ્ટેશન વાઇઝ અલગ-અલગ Help Desk પણ કાર્યરત કરવામાં આવશે:
૧. સુરેન્દ્રનગર સીટી 'એ' ડિવિઝન
૨. સુરેન્દ્રનગર સીટી 'બી' ડિવિઝન
૩. જોરાવરનગર પોલીસ સ્ટેશન
૪. વઢવાણ પોલીસ સ્ટેશન
૫. લખતર પોલીસ સ્ટેશન
૬. મૂળી પોલીસ સ્ટેશન
પોલીસ તંત્ર દ્વારા આ લોન મેળામાં દરેક અરજદારની રજૂઆત સાંભળવામાં આવશે અને લોન મેળવવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે કે, શહેર અને આસપાસના વિસ્તારના વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ મેળામાં ઉપસ્થિત રહે અને વ્યાજખોરીના ભયમુક્ત સમાજ નિર્માણમાં સહભાગી બને.

0 Comments