શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલમાં ધોરણ-8 વિદાય સમારંભ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલમાં તા. 01 એપ્રિલ 2026ના રોજ ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે વિદાય તથા શુભેચ્છા સમારંભ યોજાયો.  

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જે. એન.વી. હાઈસ્કૂલના આચાર્ય શ્રી જાવેદભાઈ મુલતાની તથા શ્રી આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલની આચાર્ય શ્રી હંસાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. પ્રાર્થના બાદ ધોરણ-7ના વિદ્યાર્થીઓએ શુભેચ્છા વક્તવ્ય આપ્યા, જ્યારે ધોરણ-6ની વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત રજૂ કર્યું. ધોરણ-8ના વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વહેંચ્યા.  

શાળાના આચાર્ય શ્રી ઉર્મિલાબેન અમદાવાદીયાએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી. અતિથિઓ તથા શિક્ષકમિત્રોએ પણ વિદ્યાર્થીઓને પ્રેરક શુભેચ્છાઓ આપી.  

કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન યોજાયેલી પ્રવૃત્તિઓ અને પરીક્ષાઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ખાસ કરીને સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ત્રિમાસિક કસોટીમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપવામાં આવ્યા.  

એસ.એમ.સી. અધ્યક્ષ તથા વાલીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ દ્વારા મો મીઠું કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે વિશેષ જહેમત ઉઠાવી.  

0 Comments