સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરવરનગર-રતનપરના સફાઈ કર્મચારીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

સુરેન્દ્રનગર : શહેરની સફાઈ વ્યવસ્થામાં પાયાની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્યની દરકાર લેવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ (Solid Waste Management Department) દ્વારા જોરવરનગર અને રતનપર વોર્ડમાં ફરજ બજાવતા તમામ સફાઈ મિત્રો માટે ખાસ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વગર શહેરને સ્વચ્છ રાખવા માટે સતત કાર્યશીલ રહે છે. ગંદકી અને કચરા વચ્ચે કામ કરવાને કારણે તેમને વિવિધ સ્વાસ્થ્ય સંબંધી જોખમો રહેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ તેમના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે, જેથી આર્થિક બોજ વિના દરેક કર્મચારી પોતાની તપાસ કરાવી શકે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતાના મુખ્ય પાયા છે અને તેમના આરોગ્યની સંભાળ રાખવી એ તંત્રની નૈતિક જવાબદારી છે. જોરવરનગર અને રતનપર વોર્ડના તમામ કર્મચારીઓને આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અને પોતાની તબિયતની તપાસ કરાવવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.

0 Comments