દુધરેજ વહાણવટીનગરમાં વિનામૂલ્યે આંખ તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ...

સુરેન્દ્રનગર : દુધરેજ વહાણવટી નગર વિસ્તારમાં રહેતા લોકો માટે શ્રી સી.યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર અને રાજસોભાગ આશ્રમ, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માનવતાવાદી કાર્યક્રમમાં અંદાજિત 50 જેટલા સ્થાનિક લોકોની આંખોનું નિષ્ણાતો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરીયાતમંદોને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગામીત આદિત્ય, કુંભાર આકાશ, સુનિલ ભરવાડ, અને અસ્મિતાબેન સહિતના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે. વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પના આયોજનથી વહાણવટી નગરના અનેક લોકોને આંખની સંભાળ અને મફત ચશ્માની સુવિધા પ્રાપ્ત થતાં તેમણે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments