સુરેન્દ્રનગર બી.એ.પી.એસ. મંદિરમાં ભવ્ય દીપોત્સવ-અન્નકૂટોત્સવનું આયોજન

સુરેન્દ્રનગર: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવા જંકશન રોડ, સુરેન્દ્રનગર ખાતે નૂતનવર્ષના શુભારંભને ભગવાનના નામ સ્મરણ, ભજન-કિર્તન અને વૈદિક મહાપૂજા દ્વારા ઉત્કૃષ્ટ ભાવનાથી ઉજવવા માટે ભવ્ય દીપાવલી પર્વોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.



આ આધ્યાત્મિક ઉત્સવની શૃંખલા ૧૭ ઓક્ટોબર, શુક્રવાર (રમા એકાદશી) થી શરૂ થઈ ૨૨ ઓક્ટોબર, બુધવાર (નૂતનવર્ષ, અન્નકૂટોત્સવ) સુધી ચાલશે. આ દિવસો દરમિયાન હરિભક્તો દરરોજ સવારે ૭:૧૫ કલાકે સહપરિવાર ઠાકોરજીના દર્શનનો લાભ લેશે. રમા એકાદશીએ દરેક મંડળમાંથી હરિભક્તો સમૂહ પદયાત્રા કરીને મંદિરે પધારશે.

ઉત્સવના મુખ્ય કાર્યક્રમો:

 * ૧૮ ઓક્ટોબર, શનિવાર (ધનતેરસ): સાંજે ૬:૦૦ થી ૬:૪૫ મંદિર પર લક્ષ્મીપૂજન વિધિ.

 * ૧૯ ઓક્ટોબર, રવિવાર (કાળી ચૌદશ): સાંજે ૪:૩૦ થી ૫:૧૫ શ્રી હનુમાનજી પૂજનવિધિ અને સાંજે ૫:૩૦ કલાકે વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની અંતિમ રવિસભા.

 * ૨૦ ઓક્ટોબર, સોમવાર (દિવાળી - ચોપડા પૂજન): સાંજે ૪:૩૦ કલાકે ધંધા-વ્યવહારના ચોપડા પૂજનવિધિ યોજાશે, ત્યારબાદ દીપોત્સવ આરતી તથા આતશબાજીનું આયોજન છે.



નૂતનવર્ષ - અન્નકૂટોત્સવ (૨૨ ઓક્ટોબર, બુધવાર):

 * સવારે ૫:૪૫ કલાકે: ઠાકોરજીની આરતી.

 * સવારે ૬:૦૦ કલાકે: નૂતનવર્ષ વૈદિક મહા પૂજાવિધિ.

 * સવારે ૭:૦૦ કલાકે: શણગાર આરતી.

 * સવારે ૮:૦૦ થી ૧૦:૦૦: નૂતનવર્ષ સત્સંગસભા.

 * સવારે ૯:૩૦ થી ૧૦:૧૫: થાળગાન તથા અન્નકૂટ મહાઆરતી.

 * સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦: વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ દર્શન.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગરના કોઠારી સ્વામીશ્રી (સાધુ ધર્મચિંતન દાસ)એ સર્વે હરિભક્તો, ભાવિક જનો, મિત્રો અને સહપરિવાર આ માંગલિક અવસરોનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Post a Comment

0 Comments