ખેલ મહાકુંભ - 2025, વઢવાણ તાલુકા કક્ષાની ખો ખો (ભાઈઓ) સ્પર્ધાના બીજા દિવસે જવાહર ગ્રાઉન્ડમા રમતનું ઉમદા વાતાવરણ જોવા મળ્યું

સુરેન્દ્રનગર : ખો ખો સ્પર્ધાનો દ્વિતીય દિવસ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. જેમાં વઢવાણ તાલુકા કક્ષાના 'ખેલ મહાકુંભ - 2025' અંતર્ગત ખો ખો (ભાઈઓ) ની સ્પર્ધાનો દ્વિતીય દિવસ જવાહર ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર યોજાયો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર રાજદીપસિંહ પરમાર અને જુનાગઢ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મહિપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર વિભાગની મેચોનો ટોસ મહેમાનોની હાજરીમાં કરાયો હતો. મહેમાનોએ ખેલાડીઓને રમતગમત પ્રત્યે પ્રોત્સાહક સંબોધન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દિવસના અંતે, વિજેતા ટીમોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આયોજકોએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ થકી યુવા પ્રતિભાઓને એક મંચ મળ્યુ છે અને સ્પર્ધાનું સ્તર વધી રહ્યું છે.

Post a Comment

0 Comments