લીમલી કુમાર વિદ્યાલયમાં 'વિજય દિવસ' પખવાડિયાની ઉજવણી: નિબંધ સ્પર્ધા સાથે દેશભક્તિનો સંદેશ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના લીમલી ગામની કુમાર વિદ્યાલય ખાતે આજે 'વિજય દિવસ' પખવાડિયાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. રમત-ગમત અને યુવા મંત્રાલય, ભારત સરકારના માય ભારત સુરેન્દ્રનગર વિભાગ તથા લીમલી કુમાર વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મીષાબહેન ખટ્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

વિજય દિવસ નિમિત્તે આયોજિત નિબંધ સ્પર્ધામાં શાળાના ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધા દરમિયાન શાળાના શિક્ષક મેહુલભાઈ ત્રિવેદી દ્વારા વિજય દિવસના ઐતિહાસિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેના દ્વારા વિદ્યાર્થીઓને દેશના શૌર્ય અને બલિદાન વિશે જાગૃતિ મળી.

સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે તમામ સ્પર્ધકોને અલ્પાહાર આપવામાં આવ્યો અને કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કાર્યક્રમમાં શાળાના પ્રિન્સીપાલ રાજેન્દ્રસિંહ જાડેજા, માય ભારત સુરેન્દ્રનગરના સભ્ય શ્રી જીગરભાઈ દવે, શાળાના તમામ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, લેખનકૌશલ્ય અને સામૂહિક ભાગીદારીની ભાવના વિકસાવવામાં સફળતા મળી હતી. 'વિજય દિવસ'ની ઉજવણી એક યાદગાર અને પ્રેરણાદાયક ક્ષણ બની રહી.

Post a Comment

0 Comments