સુરેન્દ્રનગરનું ગૌરવ: વાઇબ્રન્ટ સમિટમાં પીએમ મોદી સમક્ષ 'ગોવાળીયો રાસ મંડળ' સંસ્કૃતિની ઝલક પિરસશે

સુરેન્દ્રનગર : ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકકલાને વિશ્વ ફલક પર પહોંચાડવા માટે રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ સમિટ એક મહત્વનું માધ્યમ બની રહ્યું છે. આ ગૌરવશાળી અવસરે ઝાલાવાડની ધરતીનું ઘરેણું ગણાતું સુરેન્દ્રનગરનું પ્રખ્યાત 'ગોવાળીયો રાસ મંડળ' પોતાની અદભૂત કલાનું પ્રદર્શન કરશે.

સૌથી ગૌરવની વાત એ છે કે, આ રાસ મંડળ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પોતાની પ્રસ્તુતિ આપશે. વડાપ્રધાનની સામે ઝાલાવાડની ખમીરવંતી સંસ્કૃતિ અને ગોવાળીયા રાસ રજૂ કરવા માટે કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઝાલાવાડની કલાનો વૈશ્વિક આગવી કલાથી સુરેન્દ્રનગર જિલ્લો તેની પૌરાણિક પરંપરાઓ અને લોકનૃત્યો માટે જાણીતો છે. 'ગોવાળીયો રાસ મંડળ' તેની આગવી શૈલી, વેશભૂષા અને પ્રાચીન પરંપરાગત રાસ માટે જાણીતું છે. વાઇબ્રન્ટ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આ મંડળની પસંદગી થતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હરખની હેલી જોવા મળી રહી છે.

Comments

GJ13NEWS

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા